Wednesday, July 21, 2010


માં કાત્યાયની ફિલ્મ્સ, વડોદરા એ ગુજરાતી ફિલ્મો નું નિર્માણ કરતી ખ્યાતનામ કંપની છે. જેની સ્થાપના વર્ષ ૨૦૦૮ ના ઓક્ટોબર મહિના માં થઇ હતી.


આ કંપની વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડયુસર ના એસોસીએશન ધ્વારા નોંધાયેલ છે. શ્રીમતી તેજસ્વીની ઠાકોર એ આ કંપની ના નિર્માત્રી છે.


કંપની નો ધ્યેય ગુજરાતી માં ગુણવત્તા સભર ફિલ્મઓ બનાવવાનો છે. અને ગુજરાતની જનતા ને ગુજરાતી ફિલ્મો તરફ વાળવા નો છે. અને આ દિશા માં કંપની એ પ્રથમ પગલું તેની પ્રથમ ફિલ્મ થી જ લીધું છે. કંપની ની પ્રથમ ફિલ્મ“પ્રીત કરે એ જાણે” હતી. જેને ગુજરાત માં સારી એવી સફળતા સાંપડી છે. આ ફિલ્મ માં હીરો તરીકે આશુતોષ કંસારા હતા. અને હિરોઈન તરીકે ગ્રીવા કંસારા હતી.


પ્રથમ ફિલ્મ થી જ સફળતાનો સ્વાદ ચાખનાર આ કંપની હવે પોતાની બીજી ફિલ્મ નું પણ નિર્માણ કરી રહી છે,આ ફિલ્મ નું નામ છે “બલિહારી બળિયાદેવની. જેના કલાકારો તરીકે નવોદિત હીરો-હિરોઈન જય અને જયકા છે. આ ફિલ્મ ટૂંક સમય માં જ રીલીઝ થવા જઈ રહી છે.



માં કાત્યાયની ફિલ્મ્સના દિગ્દર્શક શ્રી શૈલેન્દ્ર ઠાકોર